રિપોર્ટ@ગુજરાત: નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે ? કેવી રીતે પ્રગટ થયાં દેવી ?

લોકપ્રિય કારણ દેવી દુર્ગા અને મહિષાસુરની વાર્તા છે.
 
રિપોર્ટ@ગુજરાત: નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે ? કેવી રીતે પ્રગટ થયાં દેવી ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આસો મહિનાની નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. નવ દિવસ સુધી આ તહેવાર ઉજવવામાં આવતો હોય છે. ખેલૈયા નવ દિવસ ગરબા રમીને આ તહેવારની ઉજવણી કરે છે. નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે તેનું એક લોકપ્રિય કારણ દેવી દુર્ગા અને મહિષાસુરની વાર્તા છે.

માર્કંડેય પુરાણ અનુસાર, દેવી દુર્ગા અને મહિષાસુર વચ્ચે આસો શુક્લ પ્રતિપદાથી દશમી સુધી યુદ્ધ થયું હતું અને દેવીએ દશમીના દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો. આ માન્યતાને કારણે, નવરાત્રિ નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં વિજયાદશમી દસમા દિવસે ઉજવવામાં આવે છે. વિજયાદશમી વિશે બીજી માન્યતા એ છે કે ભગવાન રામે આ દિવસે રાવણનો વધ કર્યો હતો.