રિપોર્ટ@દાહોદ: પરિણીતાએ 2 પુત્રો સાથે પતિ, સાસુ-સસરાના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો

આ ઘટના લીમખેડા રેલવે સ્ટેશન નજીક બની હતી.
 
રિપોર્ટ@દાહોદ: પરિણીતાએ 2 પુત્રો સાથે પતિ, સાસુ-સસરાના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દાહોદ જિલ્લાના લીમખેડામાથી આત્મહત્યા ઘટના સામે આવી છે. પરિણીતાએ 2 પુત્રો સાથે પતિ, સાસુ-સસરાના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો. 

નજીક એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક પરણિત મહિલાએ પોતાના 2 નાના પુત્રો સાથે રેલવે ટ્રેક પર ઝંપલાવી આપઘાત કરી લીધો છે. આ ઘટના લીમખેડા રેલવે સ્ટેશન નજીક બની હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, મહિલાએ 5 વર્ષના અને ત્રણ વર્ષના પોતાના બે પુત્રો સાથે માલગાડી ટ્રેન આગળ ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં માતા અને બંને બાળકોના કરુણ મોત થયા છે. મૃતક મહિલાના પિયર પક્ષના લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, મહિલા તેના પતિ, સાસુ અને સસરા દ્વારા થતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ગઈ હતી.

સાસરિયાઓ દ્વારા તેને ત્રાસ આપવામાં આવતો હોવાનો પણ આક્ષેપ છે. આ ઘટનાની જાણ થતા જ મહિલાના પિયર પક્ષના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રેલવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

મૃતકના પિતા રતનસિંહે જણાવ્યું કે, મારી દીકરીને એવો ત્રાસ આપ્યો કે બીએડ ભણેલી દીકરીએ આ પગલુ ભર્યું. અમે એને પેટે પાટા બાંધીને ભણાવી-ગણાવીને આ દિવસ જોવો પડ્યો. આની પહેલા ત્રણ-ચાર વાર ઝઘડા થયા, એના સાસુ-સસરા અને પતિ ત્રાસ આપતા હતા, અમે છુટુ કરવાનું કીધું તો દીકરી કહેતી કે સમય જતા સારૂ થઇ જશે, મારે નાના છોકરા છે, એક ભવમાં બે ભવ નથી કરવા. મને દીકરીએ કંઇ નથી કીધુ પણ એની બાને કીધુ કે મને માર માર્યો છે. હું દવાખાને જઇ આવું. અમારી માંગણી છે કે ત્રણેયને કડકમાં કડક સજા થવી જઇએ.

મૃતકની માતાએ જણાવ્યું કે, દીકરીના લગ્નને 10 વર્ષ થયા, લગ્ન પછીથી જ તેને ત્રાસ આપતા હતા. બે દિવસ પહેલાં એના પતિ અને એના સાસુએ એને માર માર્યો હતો. મારી દીકરી એના સંતાનો સામે જોઇને વેઠતી હતી. અંતે સહન નતાં એણે આ પગલું ભર્યું. જો એના સાસુ-સસરા અને પતિએ ત્રાસ ન આપ્યો હોત તો આજે મારી દીકરી જીવતી હોત.