રિપોર્ટ@વડોદરા: નર્મદા કેનાલમાં સોલર સાફ કરતા 1 યુવાન ડૂબ્યો, જાણો વધુ

શોધખોળ હજુ પણ ચાલુ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. હાલમાંજ હૃદય કંપાવી ઉઠે એવા બનાવો સામે આવતા હોય છે. વડોદરા શહેરના સમા વિસ્તરમાં આવેલ સમા ડોમિનોઝ નર્મદા કેનાલમાં સોલર સાફ કરતા યુવાન કેનાલમાં ડૂબ્યો હોવાની માહિતી ફાયર અને પોલીસ વિભાગને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરવામાં આવી છે. આ બનાવમાં યુવક સોલાર પેનલ સાફ કરતા અચાનક સોલાર તૂટતા આ ઘટના બની હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરાઈ છે.


પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરા શહેરના છાણી સમા પાસે આવેલ ડોમિનોઝ કેનાલ પર આવેલ સોલાર પેનલ સાફ કરતા યુવક કેનાલમાં ડૂબ્યો હતો. આ યુવક 31 વર્ષનો છે અને તેનું નામ ચંદ્રેશ અગ્રવાલ છે. તે ગઈકાલે સાંજે કેનાલ ઉપરની પેનલ સાફ કરતા લથડી ગયેલી સોલાર પેનલ તૂટતા યુવાન ડૂબ્યો હોવાની વિગતો ફાયર અને પોલીસને મળી હતી. આ યુવક ખાનગી કોન્ટ્રાક્ટર પર કામ કરતો હતો અને પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે, તે ઘણા વખતથી સોલાર પેનલ પર ક્લિનિંગ કરાવતો હતો. પરંતુ એક પણ સેફ્ટીના સાધન આપવામાં આવ્યા નથી.


આ યુવક અગ્રવાલ સમાજનો હોવાથી સમાજના મોટી સંખ્યામાં સભ્યો સમા કેનાલ ખાતે પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતને થતા તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા અને હજુ પણ આ કામગીરી ચાલી રહી છે. છાણી ટીપી 13 ફાયર વિભાગ દ્વારા યુવકની હજુ શોધખોળ ચાલી રહી છે. આ યુવક કેનાલમાં બેદરકારીના કારણે ડૂબ્યો હોવાનું પરિવારજનો આક્ષેપો કરી રહ્યા છે.


આ અંગે તપાસ કરનાર પીએસઆઈ જે.ટી. દેસાઈએ જણાવ્યું હતું કે. ગતરાત્રે 11:45 બાદ પોલીસને કોલ મળ્યો હતો કે સમા ડોમિનોઝ કેનાલમાં યુવક ડૂબ્યો છે. આ બનાવને લઈ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી ફાયર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આખી રાતની શોધખોળ બાદ હજુ પણ યુવક મળ્યો નથી. આ શોધખોળ હજુ પણ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.