રિપોર્ટ@ગુજરાત: કડાણા ડેમમાં પાણીની ભરપૂર આવક થતા 10 દરવાજા ખોલવામાં આવ્યા
નવરાત્રિના 4 દિવસ પહેલા જ વરસાદની ધમાકેદાર બેટિંગથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે.
                                          Sep 29, 2024, 17:07 IST
                                            
                                        
                                    
                                        
                                    અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લાંબા સમય વિરામ લીધા બાદ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં આજે પણ 10 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
બપોરના સમયે વડોદરા અને બોટાદમાં ધોધમાર વરસાદ વરસતા ગણતરીની મિનિટોમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. ઉપરવાસમાંથી કડાણા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી હોઇ આજે 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા.
નવરાત્રિને હવે ચાર જ દિવસ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ માટે રાહતના સમાચાર એ છે કે, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
નવરાત્રિના 4 દિવસ પહેલા જ વરસાદની ધમાકેદાર બેટિંગથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે.

