રિપોર્ટ@સુરત: ઉમરપાડામાં 4 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ

2 કલાકના ગાળામાં જ વરસેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં.
 
વરસાદ આગાહી 4

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી ચુક્યો છે. ગુજરાતમાં અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ભાદરવો પણ ભરપૂર જોવા મળી રહ્યો છે. આજે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં 10 ઈંચ ઈંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

2 કલાકના ગાળામાં જ વરસેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. તો અંડરપાસમાં પણ પાણી ભરાતાં વાહનો ફસાયાં હતાં.

બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં પણ સવારના સમયે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા. રાજ્યમાં સવારે 6થી 10 દરમિયાન 57 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.