રિપોર્ટ@ગુજરાત: બસનાં ભાડાંમાં 10 ટકાનો વધારો, 27 લાખ મુસાફરોને સીધી અસર

આજે મધ્યરાત્રિથી નવા ભાડાં લાગુ કરવામાં આવશે.
 
રિપોર્ટ@ગુજરાત: બસનાં ભાડાંમાં 10 ટકાનો વધારો, 27 લાખ મુસાફરોને સીધી અસર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમએ મોટો નિર્ણય લીધો છે.  એસટી નિગમ દ્વારા બસ સેવાનાં ભાડાંમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આજે મધ્યરાત્રિથી નવા ભાડાં લાગુ કરવામાં આવશે. એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના 27 લાખ મુસાફરોને સીધી અસર થશે.

ઉલ્લેખનીય છે કે, 2014 બાદ પહેલીવાર 2023માં એટલે કે 10 વર્ષ બાદ એસટી નિગમ દ્વારા 1 ઓગસ્ટ 2023ના રોજ 25 ટકા સુધીનો ભાડાંમાં વધારો કરવામાં આવ્યો હતો. GSRTC દ્વારા આ લાગુ થનારાં ભાડાંમાં 48 કિમી સુધી રૂ. એકથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો.