રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં સારા વરસાદને કારણે 108 જળાશયો હાઈ એલર્ટ
સરદાર સરોવર ડેમમાં 85 ટકાથી વધુ જળસંગ્રહ
Sep 1, 2024, 08:02 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી ચુક્યો છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. કેટલાક જળાશયો પાણીની સારી આવક થઇ છે. રાજ્યમાં સારા વરસાદને કારણે રાજ્યના 206માંથી 108 જળાશયો હાઈ એલર્ટ પર છે.
આ સિવાય રાજ્યના 20 ડેમ 50થી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 22 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 12 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે. સરદાર સરોવર ડેમમાં 85 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.