રિપોર્ટ@રાજકોટ: માર્કેટિંગ યાર્ડ બહાર 2500 વાહનની 12 કિમી લાંબી લાઇનો, જાણો વધુ
ધાણાની 2 લાખ મણ અને ઘઉંની દોઢ લાખ મણ આવક નોંધાઈ છે.
Mar 18, 2025, 18:52 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
માર્કેટિંગ યાર્ડમાં કેટલાક દિવસથી ઘઉં, જીરું, ચણા સહિતના શિયાળુ પાકની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે સવારથી જ યાર્ડની બહાર વિવિધ જણસીઓ લઈને આવેલાં વાહનોની 12 કિમીથી વધુ લાંબી લાઈનો જોવા મળી હતી.
યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે ક્રમવાર 2,500 કરતાં વધુ વાહનોને પ્રવેશ આપી તમામ જણસીઓની ઊતરાઈ કરાવવામાં આવી હતી.
જેમાં ઘઉં અને ધાણાની સૌથી વધુ આવક નોંધાઈ હતી. ધાણાની 2 લાખ મણ અને ઘઉંની દોઢ લાખ મણ આવક નોંધાઈ છે. જ્યારે જીરું, કપાસ અને મગફળી સહિતની વિવિધ જણસીના ખડકલા યાર્ડમાં થયા હતા.