રિપોર્ટ@રાજકોટ: લોઠડા નજીકથી 13 વર્ષ અને રતનપરમાંથી 16 વર્ષની સગીરાનું અપહરણ થયું

ફરિયાદ પોલીસ મથકે નોંધાવી છે.
 
છેતરપિંડી@મહીકા: વાંકાનેરના મહીકા ગામના યુવાન પાસેથી ટ્રક ખરીદીને પૈસા પણ ન આપતા યુવકે ફરિયાદ નોધાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લોઠડા નજીકથી 13 વર્ષ અને રતનપરમાંથી 16 વર્ષની સગીરાનું અપહરણ થયું છે. જે અંગે આજીડેમ પોલીસ મથકે અમરેલીના આરોપી સામે જ્યારે કુવાડવા રોડ પોલીસે અજાણ્યા આરોપી સામે ફરિયાદ નોંધી છે.

કુવાડવા રોડ પોલીસમાં રતનપર રહેતા એક ખેડૂત પિતાએ પોતાની 16 વર્ષની સગીર પુત્રીના અપહરણ અંગે અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ આપી છે. ફરિયાદીએ જણાવ્યું કે, તેને બે દિકરી અને એક દિકરો છે.

જેમા સૌથી મોટી દિકરી ઉ.વ.-16 વર્ષની છે. તેઓ સયુક્ત કુટુંબમાં રહે છે. તા.5/1/2024 ના રાત્રીના પરિવારજનો સુઈ ગયા બાદ તા.6/1/2024 ના સવારના આઠેક વાગ્યાના અરશામાં પરિવાર ઉઠ્યો ત્યારે 16 વર્ષની દીકરી જોવા મળી નહીં. આસપાસ તપાસ કર્યા બાદ સગા સંબંધીઓમાં તપાસ કરેલી. તેણી ન મળી આવતા અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી છે.

આ તરફ આજીડેમ પોલીસ મથકે 13 વર્ષની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવેલી કે, તેની દીકરીની સગાઈ અમરેલીના યુવક સાથે કરેલી. તે યુવક પણ રાજકોટમાં જ્યાં સગીરા રહે છે તે લોથડા અને ખોખડદળ ગામ વચ્ચે નદી વાળા વિસ્તારમાં રહેતો હતો. ગઈકાલે રાતે 12 વાગ્યે ઝૂંપડામાં તપાસ કરતા સગીરા જોવા મળેલ નહીં આસપાસ શોધતા યુવક પણ હાજર નહોતો મળ્યો જેથી તે બદકામ કરવાના ઇરાદે સગીરાને ભગાડી ગયાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે બંન્ને કિસ્સામાં સગીરા અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.