રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં ભારે વરસાદનાં કારણે 3 દિવસમાં 15 લોકોનાં મોત નીપજ્યા
318 લોકોનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડાયા.
Updated: Aug 28, 2024, 09:48 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં હાલ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ ઉભી થઇ છે. રવિવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ સતત યથાવત છે. જન્માષ્ટમીએ એક જ દિવસમાં સિઝનનો 11 ટકા જેટલો વરસાદ ખાબકી જતા રા
જ્યમાં ચાલુ સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે રાજ્યમાં વરસાદને કારણે 3 દિવસમાં 15નાં મોત નીપજ્યા. 23 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી જ્યારે વરસાદ અને પૂરની સ્થિતિમાં ફસાયેલા 318 લોકોનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડાયા.