રિપોર્ટ@ગુજરાત: બોર્ડ પોલીસની 12,472 જગ્યાઓની ભરતી માટે 16 લાખ ઉમેદવાર

માજી સૈનિકોની મહિના અંતમાં 28 અને 29મી જાન્યુઆરીએ રાજકોટ ખાતે કસોટી લેવાશે.
 
રિપોર્ટ@ગુજરાત: બોર્ડ પોલીસની 12,472 જગ્યાઓની ભરતી માટે 16 લાખ ઉમેદવાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં પોલીસની ભરતી પ્રક્રિયા ચાલુ છે. રાજ્યના પોલીસ વિભાગમાં ભરતી કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી હતી. બોર્ડ પોલીસની 12,472 જગ્યાઓની ભરતી માટે શારીરિક પરીક્ષા 8 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલશે.

જેના માટે અંદાજે 16 લાખ અરજીઓ આવી છે. ગુજરાતમાં અલગ અલગ 15 ગ્રાઉન્ડમાં શારીરિક કસોટી લેવાશે.

રાજ્યમાં PSI, લોકરક્ષક, બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી માટેની ભરતી કરાશે. 12472 જગ્યાઓ ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ઓનલાઈન અરજીઓ મગાવી હતી.

રાજ્યમાં પુરૂષ ઉમેદવારો માટે અમદાવાદ, કામરેજ, ભરુચ, જામનગર, જૂનાગઢ, ખેડા-નડિયાદ, મહેસાણા, ગોધરા, ગોંડલ અને હિંમતનગર ખાતે શારીરિક કસોટી લેવાશે, જ્યારે મહિલાઓ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર ખાતે શારીરિક કસોટી લેવાશે. જ્યારે માજી સૈનિકોની મહિના અંતમાં 28 અને 29મી જાન્યુઆરીએ રાજકોટ ખાતે કસોટી લેવાશે.