રિપોર્ટ@રાજકોટ: મહાનગરપાલિકામાં આધારકાર્ડ સેન્ટરના 18 ઓપરેટરોને એકસાથે સસ્પેન્ડ
આધારકાર્ડના સુધારા-વધારા સહિતની કામગીરી બંધ થશે તો લોકોનાં બેંક અને સરકારી કામો અટકી પડશે.
Oct 26, 2024, 19:00 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અમુક વાર કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરી દીવામાં આવતા હોય છે. રાજકોટમાં દિવાળીના તહેવાર પૂર્વે મહાનગરપાલિકામાં આધારકાર્ડ સેન્ટરના તમામ 18 ઓપરેટરોને એકસાથે એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સાથે-સાથે શહેરી વિસ્તાર માટે જૂની કલેક્ટર કચેરીમાં શરૂ કરવામાં આવેલી એક કિટ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. મુંબઈ રીઝનલ કચેરી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે રોજના 500થી વધુ આધારકાર્ડનાં થતાં કામો બંધ થશે.
જો આધારકાર્ડના સુધારા-વધારા સહિતની કામગીરી બંધ થશે તો લોકોનાં બેંક અને સરકારી કામો અટકી પડશે.

