રિપોર્ટ@અમદાવાદ: ફરજ બજાવતા 18 પીઆઇની પોલીસ કમિશનર દ્વારા આંતરિક બદલી કરવામાં આવી

મૂળ જગ્યાએથી બદલીને કંટ્રોલ રૂમ અને ટ્રાફિક જેવી શાખામાં બદલી કરી દેવામાં આવી

 
રિપોર્ટ@અમદાવાદ: ફરજ બજાવતા 18 પીઆઇની પોલીસ કમિશનર દ્વારા આંતરિક બદલી કરવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સરકારી નોકરી કરતા અધિકારીઓની બદલી કરવામાં આવતી હોય છે.  અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 18 પીઆઇની પોલીસ કમિશનર દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં બહારના જિલ્લામાંથી બદલી થઈને આવેલા પીઆઇને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

કેટલાક પીઆઇને મૂળ જગ્યાએથી બદલીને કંટ્રોલ રૂમ અને ટ્રાફિક જેવી શાખામાં બદલી કરી દેવામાં આવી છે. બદલી થયેલા પીઆઇને તાત્કાલિક અસરથી બદલીની જગ્યાએ હાજર તથા છૂટા થવા માટે આદેશ કરવામાં આવ્યા છે.

શહેરના સોલા, નારોલ, વટવા, વટવા જીઆઈડીસી, ઘાટલોડિયા, શાહપુર, ક્રાઈમ, વિશેષ શાખા, SOG, કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા 18 જેટલા પીઆઇને આંતરિક બદલી કરવામાં આવી છે. બદલી થયેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી બદલીની જગ્યા પર છતાં થઈ હાજર થવા પોલીસ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.