રિપોર્ટ@ગુજરાત: STIની 300 જગ્યા માટે 1.85 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા યોજવામાં આવી છે. STIની 300 જગ્યા માટે 1.85 લાખ ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યાં છે. ગુજરાત જાહેર સેવા આયોI દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ- 3ની 300 જગ્યા ભરતીની જાહેરાત કરાઈ હતી. જેની લેખિત પરીક્ષા આજે એટલે કે 22 ડિસેમ્બર 2024ના યોજવામાં આવી છે, ત્યારે રાજ્યમાં આજે 1.85 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.
સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પહેલીવાર બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટથી પ્રવેશ આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર કડકડતી ઠંડીમાં જ પરીક્ષાર્થીઓ પહોંચ્યા હતા. પરીક્ષાર્થીઓએ એક જ વાત કરી હતી કે, તૈયારી તો બરાબર કરી છે. બસ કોઈ વિધ્ન વગર પરીક્ષા લેવાઈ જાય અને સમયસર ભરતીની પ્રક્રિયા પૂર્ણ થાય.
રાજ્ય સરકારની પરીક્ષાઓમાં થતી ગેરરીતિ રોકવા માટે પ્રથમવાર બાયોમેટ્રિકથી પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત જે પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી HD હોય તે પણ બંધ રખાશે અને વધુ એક સુપરવાઈઝર ફાળવવામાં આવ્યો છે. જેથી પેપર લીક થતા રોકી શકાય.