રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં 1903 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી અરજી કરવી ?
રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ માટે સીધી ભરતીથી સ્ટાફનર્સની ભરતી કરાશે
Oct 4, 2024, 08:04 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નોકરીની વાત જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં નર્સની ભરતી પડવા જઈ રહી છે. ગુજરાતમાં 1903 સ્ટાફનર્સની ભરતી કરાશે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ માટે સીધી ભરતીથી સ્ટાફનર્સની ભરતી કરાશે.
તારીખ 5મી ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. OJAS પ્લેટફોર્મ મારફતે ઉમેદવારો અરજી કરી શકશે. સમગ્ર ભરતી પ્રક્રિયા 6થી 8 મહિનામાં પૂર્ણ થશે.
લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના પરિણામ અને પસંદગી યાદી પ્રસિધ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે.