રિપોર્ટ@મહેસાણા: એમ.એન.કોલેજના બી.એ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

 મહેસાણા જિલ્લા અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
 
રિપોર્ટ@મહેસાણા: એમ.એન.કોલેજના બી.એ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

અટલ સમાચાર દોટમાં કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીય ઘટનાઓ સામે આવતી હોય છે.  વિસનગરમાં આવેલ એમ.એન.કોલેજના બી.એ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ નેશનલ કક્ષાએ પેરા પાવર લીફ્ટિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જેમાં વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા વિસનગર સહિત સમગ્ર મહેસાણા જિલ્લા અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

6મા ગુજરાત સ્ટેટ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2023-24 અમદાવાદ ખાતે યોજાઇ હતી. જેમાં એમ.એન.કોલેજમાં બી.એ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઠાકોર યુવરાજસિંહ માથુરજીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જેને લઇ તેની પસંદગી નેશનલ કક્ષાએ દિલ્હી ખાતે થઈ હતી. જેમાં યુવરાજસિંહએ ન્યુ દિલ્હી જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આયોજિત 21માં સિનિયર અને 16માં જુનિયર નેશનલ પેરા પાવર લિફ્ટિગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.

જેમાં યુવરાજસિંહએ 49 કિલોગ્રામ જુનિયર વર્ગમાં 53 કિલોગ્રામ વજન ઉપાડી પાવર લીફ્ટિગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેમ ઠાકોર યુવરાજસિંહ એ પ્રથમ નંબર પ્રાપ્ત કરી નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. એમ.એન.કોલેજ સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યનું પણ ગૌરવ વધાર્યું છે. કોલેજના આચાર્ય, કોલેજ ફિઝિકલ ડાયરેકટર રત્નેશ પ્રસાદ, જીમખાના અને જીમ ફિટનેસ સેન્ટર કમિટીના ચેરમેન પ્રો. મયુરસિંહ અડીઓલ તથા સમસ્ત જીમ અને કોલેજ પરિવાર દ્વારા વિજેતા ખેલાડી યુવરાજસિંહ ઠાકોરને શુભેચ્છાઓ પાઠવી હતી.