રિપોર્ટ@મહેસાણા: લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના 2 નેતાઓએ રાજીનામુ આપ્યું

રામમંદિરના આમંત્રણ મુદ્દે

 
રિપોર્ટ@મહેસાણા: લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના 2 નેતાઓએ રાજીનામુ આપ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાર્ટીઓ  પૂરે જોશમાં ચૂંટણીની માટે તૈયારી કરી રહી છે. મહેસાણામાં લોકસભા ચૂંટણીના ઉમેદવાર કોંગ્રેસ હજુ જાહેર કર્યા નથી ત્યારે આજે મહેસાણા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ એ રાજીનામાં ધરી દીધા છે.ત્યારે બને કાર્યકરોએ પોતાના રાજીનામાં કોંગ્રેસ પાર્ટીને આપતા તેઓની સાથે 200 થી વધુ કાર્યકરો કોંગ્રેસ છોડશે તેવું જાણવા મળ્યું છે.

મહેસાણામાં આજે કોંગ્રેસના બે કાર્યકરોએ રાજીનામાં ધર્યા છે. જેમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હર્ષદ કુમાર રાવલ અને વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ હિતેશ રાયકાએ આજે એકાએક રાજીનામાં ધર્યા હતા.જોકે આગામી લોકસભા ચૂંટણીમાં હજુ મહેસાણા સીટ પરથી કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી ત્યાં બીજી બાજુ રાજીનામાં પડવાની હીલચાલ શરૂ થઈ છે.ત્યારે આ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજીનામાં અમે સ્વીકાર કર્યા નથી તેમ જણાવ્યું હતું.


મહેસાણા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ હિતેશ રાયકાએ જણાવ્યું કે અયોધ્યા ખાતે રામ લલ્લા ભગવાન શ્રી રામના મંદિર પ્રતિષ્ઠા દરમિયાન સરકારે તમામ પક્ષને આમંત્રણ આપ્યું હતું. જ્યાં કોંગ્રેસ પક્ષે આમંત્રણ ઠુકરાવ્યું હતું.જેના કારણે અમારી લાગણી દુભાઈ હતી.જેના કારણે એજ દિવસથી રાજીનામુ આપવાનું વિચાર્યું હતું. જોકે આજે રાજીનામુ આપ્યું છે જેમાં મારી સાથે નાગલપુર વોર્ડના 200 થી વધુ કાર્યકરો કોંગ્રેસ પક્ષ છોડશે.


જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હર્ષદ કુમાર રાવલ એ ભાસ્કર ને જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ રામલલ્લા ના પ્રસંગ નું આમંત્રણ ઠુકરાવ્યું હતું.જેના કારણે અમારી લાગણી દુભાઈ હતી.જેથી આજે રાજીનામુ આપ્યું છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બે દિવસમાં તેઓ કોઈ અન્ય પાર્ટીમાં જોડાઈ જશે.


સમગ્ર મામલે ભાસ્કરે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ ભાઈ ચૌધરીએ આ મામલે પૂછતાં તેઓએ જણાવ્યું કે મને વોટ્સએપ મારફતે રાજીનામાં અંગે જાણ થઈ છે.જેમાં હર્ષદ રાવલ મારી બોડીના ઉપ પ્રમુખ નથી તેઓ જૂની બોડીના ઉપ પ્રમુખ છે.વધુમાં જણાવ્યું કે રાજીનામાં આપવાનું કારણ આયોધ્યા ખાતે યોજાયેલા ભગવાન રામના પ્રસંગ દરમિયાન કોંગ્રેસ આમંત્રણ ઠુકરાવ્યું હતું એ કારણ આપ્યું છે જોકે એ મહોત્સવ ને આજે 3 માસથી વધુ સમય થવા આવ્યો છે.ત્યારે અમારા બે કાર્યકરો ની લાગણી ત્રણ માસ બાદ ચૂંટણી ટાણે જ દુભાઈ છે.અમે હાલમાં કોઈ રાજીનામાં સ્વીકાર કરવાના નથી.