રિપોર્ટ@સાણંદ: પશુઓના અકસ્માતને લઈને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ, 4 અકસ્માતમાં 2 ગાયોના મોત
4 અકસ્માતમાં 2 ગાયનું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. સાણંદમાં હાઇવે પર વધતા જતા પશુઓના અકસ્માતને લઈને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ છે, એક જ દિવસની અંદર સાણંદ શહેરના હાઇવે પર અલગ અલગ ચાર સ્થળોએ ચાર ગાયોને અજાણ્યા વાહન ચાલકે અડફેટ લેતા અકસ્માતમાં બે ગાયને ઇજાઓ થઈ હતી જ્યારે બે ગાયના મોત થયા હતા. ઈજાગ્રસ્ત ગાયોને જીવ દયા પ્રેમીઓએ સારવાર આપી બચાવી લીધી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ શહેરના સુકીર્તિ બંગલો સામે ઉપર રાત્રે બેફામ જતા લાગે અજાણ્યા વાહન ચાલકે હાઇવે પર રહેલ ગાયને અડફેટા લીધી હતી આ ગાયને ગંભીર ઇજા થઈ હતી, સ્થાનિક લોકો, જીવ દયા પ્રેમીઓ તાત્કાલિક પશુ ડોક્ટરને બોલાવીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર કરી હતી અને વધુ સારવાર માટે તેમની મદદથી ખાનગી વાહનમાં ભાભર જલારામ ગૌશાળામાં ખસેડી હતી. બીજો અકસ્માત માધવ કોમ્પલેક્ષ સામે હાઇવે પર બેઠેલ એક ગાયને વાહન ચાલક અકસ્માત કરી ભાગી ગયો હતો. જેમાં ઘટના સ્થળ જ ગાયનું મોત નીપજયું હતુ.
ત્રીજો અકસ્માત ગઢીયા પાસે એક વાછડીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મોત થયું હતું. તેમજ હજારી માતા પાસે અજાણ્યા વાહનની અડફેટે એક ગાયને પગમા ઇજો થતા ખોડિયાર સોસાયટીમાં ગાયને કયા જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક ગૌ પ્રેમીઓએ સારવાર કરી હતી. ઇજા થયેલ ગાયોને બચાવવામાં સ્થાનિક ગૌસેવા પ્રેમીઓ અને સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
નોંધપાત્ર છે કે સરખેજ બાવળા નેશનલ હાઇવે, બાવળા સાણંદ રોડ, સાણંદ સરખેજ સ્ટેટ હાઇવે તેમજ સાણંદ થી વિરમગામ હાઇવે પર મોટી સંખ્યાં પશુઓનો અંડિગો હોવાના કારણે અગાઉ સાણંદના માધવનગર પાસે 6 ગાયોને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મોત થયા હતા.
સાણંદ શહેરમાં છેલ્લા દોઢ મહિનાથી રખડતી ગાયોને દૂર કરવા જાગૃત રહીસોએ તંત્રને મોખિક રજૂઆત કરવા છતાં પણ સાણંદના એકલિંગજી રોડ, કોલટ રોડ પાસે, ગઢીયા ચાર રસ્તા, નળ સરોવર રોડ, બસ સ્ટેન્ડ પાસે, હજારી માતા મંદિર પાસે હાઇવે પર મોટી સંખ્યામાં ગાયોનો અડિંગો છે. પશુઓના વધતાં જતાં અકસ્માતને રોકવા માટે હાઇવે પરની ગાયોને દૂર કરવા લોક માંગ ઉઠી છે.