રિપોર્ટ@ભુજ: ધોધના ધસમસતા પ્રવાહમાં 2 જિંદગી ફસાઈ, અંતે દોરડાથી રેસ્ક્યૂ

અંતે દોરડાથી રેસ્ક્યૂ

 
રિપોર્ટ@ભુજ: ધોધના ધસમસતા પ્રવાહમાં  2 જિંદગી ફસાઈ, જીવ બચાવવા બૂમો પાડી પાડી થાક્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. લોકો આ સિઝનમાં વધારે ધોધ જોવા નીકળતા હોય છે. અમુક વાર લોકો ફસાઈ પણ જતા હોય છે. નખત્રાણામાં ધોધમાર વરસાદને પગલે પાલરધુના ધોધ સક્રિય થયો હતો. ત્યારે આ ધોધની મજા માણવા 2 યુવક આવ્યા હતા.

તેઓ ધોધના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા હતા. 2 કલાક સુધી ગળાડૂબ પાણીમાં બાવળના સહારે આ 2 યુવક લટકી રહ્યાં હતા અને જીવ બચાવવા બૂમો પાડી રહ્યા હતા.

અંતે સ્થાનિકો તેમજ પોલીસ દોડી આવી હતી. પાણીમાં ફસાયેલા આ 2 યુવકને દોરડાની મદદથી રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.