રિપોર્ટ@સુરત: ફોર્ચ્યુન મોલમાં અમૃતયા સ્પા અને જિમ-11માં આગ લાગી, ગુંગળામણથી 2 મહિલા મોત

આગની ઘટના જે સમયે બની તે સમયે રોજ જીમમાં 150થી વધુ લોકોની અવરજવર રહેતી હોય છે.
 
રિપોર્ટ@સુરત: ફોર્ચ્યુન મોલમાં અમૃતયા સ્પા અને જિમ-11માં આગ લાગી, ગુંગળામણથી 2 મહિલા મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. સુરતમાં બુધવારે મોડી સાંજે સમયે સીટી લાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલમાં અમૃતયા સ્પા અને જિમ-11માં આગ લાગવાની ઘટના બની હતી.

જેમાં ગુંગળામણથી સ્પાની બે મહિલા કર્મચારીના મોત નીપજ્યા હતા. આગની ઘટના જે સમયે બની તે સમયે રોજ જીમમાં 150થી વધુ લોકોની અવરજવર રહેતી હોય છે. આ સિવાય સાંજે 4થી 6 દરમિયાન નાના બાળકો માટે એથ્લેટિક્સની ટ્રેનિંગ પણ ચાલતી હોય છે.

હાલમાં દિવાળીના વેકેશનને કારણે જીમ બંધ હતું. જેને કારણે મોટી દુર્ઘટના થતી અટકી ગઈ હતી. જો જીમ ચાલુ હોત તો મોટી દુર્ઘટના થઈ ગઈ હોત અને મોતનો આંકડો મોટો થઈ ગયો હોત. જીમ અને સ્પાને સીલ કરવામાં આવશે