રિપોર્ટ@અમદાવાદ: પૂર્વ વિસ્તારના 28 PIની બદલી કરાઈ, જાણો વધુ વિગતે
ગુજરાતને શર્મસાર કરતી ઘટના બાદ ગૃહ વિભાગ સફાળું જાગ્યું છે
Mar 19, 2025, 18:42 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. વસ્ત્રાલમાં બનેલી ગુજરાતને શર્મસાર કરતી ઘટના બાદ ગૃહ વિભાગ સફાળું જાગ્યું છે અને પૂર્વ વિસ્તારના 28 PIની સાગમટે બદલી કરી દેવાઈ છે.
વસ્ત્રાલની ઘટનાએ અમદાવાદ શહેરના આખા પોલીસ વિભાગ સામે પ્રશ્નો ઊભા કર્યા હતા. આ બધાની વચ્ચે સિનિયર આઇપીએસ અધિકારીઓ વચ્ચે થયેલી તૂતૂમૈંમૈં પણ ચર્ચામાં આવી હતી.
નરોડા પોલીસ સ્ટેશન ઘણા સમયથી ચાર્જમાં ચાલતું હતું ત્યાં પણ PIની બદલી કરી દેવામાં આવી છે. જ્યારે વસ્ત્રાલમાં બનેલી ઘટના બાદ રામોલ PIની પણ બદલી કરી દેવાઈ છે.

