રિપોર્ટ@દહેગામ: ગેરકાયદેસર હથિયારો વેચતા 3 આરોપી ઝડપાયા, જાણો વધુ વિગતે

વેચાણ કરવામાં મૂકવામાં આવેલા હથિયાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
 
રિપોર્ટ@દહેગામ: ગેરકાયદેસર હથિયારો વેચતા 3 આરોપી ઝડપાયા, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સ્ટેશન રોડ પર આવેલી દુકાનોમાં અલગ - અલગ જગ્યાએ પોલીસે હથિયારબંધીના જાહેરનામા સંદર્ભે તપાસ હાથ ધરી હતી. જેમાં 3 દુકાનદારો દ્વારા ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં મૂકવામાં આવેલા હથિયાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ અધિક્ષક આયુષ જૈન દ્વારા દહેગામ ટાઉન વિસ્તારમાં આવેલી દુકાનોમાં હથિયારબંધી જાહેરનામાં અનુસંધાને ગેરકાયદેસર તીક્ષ્ણ હથિયારો વેચતા વેપારીઓની તપાસ કરવા સ્પેશ્યલ ડ્રાઇવ રાખી કાયદેસર કાર્યવાહી કરવાની સુચના દહેગામ પોલીસને મળ્યા બાદ પીઆઈ વી.બી. દેસાઈ સ્ટાફના જીનલકુમાર, મહેશભાઈ, સચીનભાઈ, સોહિલસિંહ અશ્વિનકુમાર , વિરલભાઈ, ચિરાગકુમાર તેમજ સ્નેહલભાઈ સહિતની ટીમે શહેરના સ્ટેશન રોડ ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું.

ચેકીંગ દરમ્યાન ખેતીના સાધનોનું વેચાણ કરતા વેપારીઓની દુકાનોમાં તપાસણી કરતાં પંચાલ વિઠ્ઠલદાસ વેણીચંદ એન્ડ સન્સ નામની દુકાનના માલિક ધીરેન રમેશભાઇ પંચાલની દુકાનમાંથી બે કાળા કલરની લોખંડની એરગન બંધ હાલતમાં મળી આવી હતી તથા લક્ષ્મી એગ્રો નામની દુકાનના માલિક આષિશભાઇ નટવરલાલ પંચાલની દુકાનમાંથી ફરસી નંગ-1 ભાલા નંગ-2, ફેન્સી છરા નંગ-5, અડધીયા નંગ-2 મળી આવ્યા હતા. 

તેમજ પંચાલ જીવરામ વેણીદાસ નામની દુકાનના માલિક પંચાલ સોહમ દિલીપભાઈ જીવરામભાઈની દુકાનમાંથી કાળા કલરના લાકડાના કવરવાળી ગુપ્તી નંગ-13 મળી આવતા જે મળી આવેલા તમામ હથિયારો અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ગાંધીનગરનાં હથિયારબંધી જાહેરનામાંનો ભંગ કરતા હોઈ આ તમામ હથિયારો વેચવા બાબતે દુકાનના માલિકોને પૂછપરછ કરતાં તેઓએ કોઇ સંતોષકારક જવાબ આપ્યો નહિ હોવાથી પોલીસે તમામ હથિયારો કબજે લઈ ત્રણેય દુકાનના માલિકો વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો હતો.