રિપોર્ટ@અમરેલી: વન્ય પ્રાણીઓનાં શિકાર માટે નીકળેલા 3 આરોપી ઝડપાયા

જાળમાં ફસાવવા માટે જાળ બાંધી
 
રિપોર્ટ@અમરેલી: વન્ય પ્રાણીઓનાં શિકાર માટે નીકળેલા 3 આરોપી  ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં લોકો પ્રાણીઓનો શિકાર બહુજ કરી રહ્યા છે.  જાફરાબાદ રેન્જના ટીંબી રાઉન્ડની હેમાળ બીટમાં આવેલા ફાચરીયા ગામે નદી કાંઠે રાખોલી ધાર વિસ્તારમાં વન્યપ્રાણીઓનો શિકાર કરવા માટે બાવળનીકાટમાં જાળ ગોઠવી આજુ-બાજુના વિસ્તારમાંથી વન્યપ્રાણીઆને તગેડી/ભગાડી જાળમાં ફસાવવા માટે જાળ બાંધી, તથા વન્યપ્રાણીઆના દર પાસે જાળ ગોઠવી શિકાર કરવાની કોશિષ કરતાં હતા અને વન્યપ્રાણીઓનો શિકાર કરવાની પ્રવૃતીઓ કરતાં હતા.

આ બાબતની જાણ સ્થાનીક સ્ટાફને થતા વનપાલ ટીંબીના આઈ.એચ.પઠાણ, વનરક્ષક હેમાળન, જી.ડી.ચૌહાણ, ટ્રેકર્સ તખુભાઈ પરમાર, ટ્રેકર્સ ભૂપતભાઈ કોટીલા રાત્રીના સમય દરમ્યાન બાવની કાટમાં છુપાઈને વોચ રાખતા હતા અને વહેલી સવારે કૃત્ય કરનાર આરોપી મુકેશ લાલજીભાઈ પરમાર (રહે. ફાચરીયા તા. જાફરાબાદ) તથા આરોપી લાલજીભાઇ ભાણાભાઈ પરમાર (રહે. ફાચરીયા તા. જાફરાબાદ) સ્થળ પર આવેલ અને કોઈ વન્યપ્રાણી ગોઠવેલ જાળમાં ફસાયુ છે કે કેમ ? તે તપાસ કરતાં હતા અને જોતાં હતા ત્યારે ઝડપાઈ જતાં અને આરોપી જેન્તીભાઈ મેરાભાઈ પરમાર રહે. ફાચરીયાવાળાએ મદદગારી કરી શિકાર કરવાની કોશિષ કરેલ હોય, એમ ત્રણેય આરોપીએ એક સંપ કરી ગુન્હો આચરેલ હતો. સ્થળ પર લાલજીભાઈ ભાણાભાઈ પરમાર પકડાઈ જતાં વનરક્ષક રોહિસાએન.ચુડાસમા પણ સ્થળ પર પહોંચેલ અને ધોરણસર કાર્યવાહી કરી તેમના વિરૂઘ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 ની કલમ- 2, 2(16), (35), (36), 9, 50, 51, 52, 54 મુજબ વનરક્ષક હેમાળ દ્વારા બીટ ગુ.નં-01/2023 -24 ગુનો દાખલ કરેલ છે. અને વનપાલ ટીંબી આઈ. એચ. પઠાણ દ્વારા ગુન્હાની તપાસ કરી હતી. ઝડપાયેલા આરોપીઓ દ્વારા ગુન્હો કબૂલ કરતા વનપાલ ટીંબી આઈ.એચ.પઠાણ દ્વારા ત્રણેય આરીપીઓ પાસેથી એડવાન્સ રિકવરી પેટે આરોપી દિઠ રૂપિયા 25,000 લેખે દંડ મળી કૂલ 3 (ત્રણ) આરોપીઓ પાસેથી રૂ.75,000 એડવાન્સ રિકવરી પેટે રકમ વસૂલ કરવામાં આવેલ છે. અને ઉપરોકત ત્રણેય આરોપીઓને જામીન પર મુકત કરવામાં આવેલ છે.