રિપોર્ટ@વડોદરા: સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારનાર 3 આરોપીઓ ઝડપાયા

ગેંગરેપ માટે હવે બદનામ થઈ ચૂકેલા વડોદરામાં બીજા જ નોરતે નરાધમોએ 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
 
ગુજરાતઃ પતિ બહાર જમવાનું લેવા જતા, તેના મિત્રોએ પત્નીને સામૂહિક દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુષ્કર્મના ગુનાઓ દિવસે-દિવસે ખુબજ વધી રહ્યા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મનાં બનાવો સામે આવતા હોય છે. સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારનાર 3 આરોપીઓ ઝડપાયા.ગેંગરેપ માટે હવે બદનામ થઈ ચૂકેલા વડોદરામાં બીજા જ નોરતે નરાધમોએ 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ગરબા રમવા નીકળેલી સગીરા શહેરના ભાયલીથી 2 દૂર વિસ્તારમાં મિત્ર સાથે બેઠી હતી, ત્યારે 3 નરાધમોએ જઇ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે, આ ઘટનાના 48 કલાક બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બનાવ જિલ્લા પોલીસ તંત્રના તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા આરોપીઓને જિલ્લા પોલીસને સોંપશે.

આરોપીઓ લઘુમતી વસ્તી ધરાવતાં તાંદલજા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ નરાધમો સહિત તમામ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાંથી દુષ્કર્મ આચરનાર ત્રણ આરોપી વિધર્મ હોવાનું સામે આવ્યું છે. અને આ વિધર્મીઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. તેમાં ઘણાં સમયથી તાંદલજા વિસ્તારમાં રહે છે. લઘુમતી વસ્તી ધરાવતો તાંદલજા વિસ્તારથી ભાયલી નજીક છે. અંદાજે ત્રણથી સાડા કિલોમીટર થાય છે.

જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, હાલ પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે. વેરીફાઈ થઇ ગયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપીઓ POP કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.