રિપોર્ટ@સુરેન્દ્રનગર: લીંબડીના રણોલમાં ભીષણ આગ લાગી, 3 લોકોનાં મોત

મકાનમાં હાજર એક મહિલા અને બે પુરુષોના મોત નીપજ્યા છે,
 
રિપોર્ટ@સુરેન્દ્રનગર: લીંબડીના રણોલમાં ભીષણ આગ લાગી, 3 લોકોનાં મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ફરી આગ લાગવાની ભયાનક દુર્ઘટના સામે આવી છે, જેમાં 3 લોકોના મોત નીપજ્યા હતા. લીંબડી તાલુકાના રણોલ ગામે મસ્જિદ પાસે રહેણાંક વિસ્તારમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ચપેટમાં બેથી ત્રણ મકાનો આવી ગયા હતા.

તેમજ એક વાહનમાં પણ આગ લાગતા 3 લોકોના મોત નીપજ્યા હતા. મકાનમાં હાજર એક મહિલા અને બે પુરુષોના મોત નીપજ્યા છે, જયારે અન્ય એક વ્યક્તિ દાઝી ગયો હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

હાલ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે. જ્વલનશીલ પદાર્થથી આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે, આગ લાગવાનું સાચુ કારણ તો તપાસ બાદ બહાર આવશે.