રિપોર્ટ@સુરત: દિવસમાં ૩ લોકોના હાર્ટ એટેકથી મોત થયા, જાણો વધુ વિગતે

ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતાજનક
 
ઘટના@વડોદરા: નાગરવાડા વિસ્તારના યુવકનું કુવૈતમાં હાર્ટ એટેકથી મોત થયું, જાણો સમગ્ર  ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતાજનક સ્વરૂપ ધારણ કરી રહી છે. નવરાત્રી દરમિયાન રાજ્યભરમાં દર્દીઓના ચોંકાવનારા આંકડા સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું હતું. સુરતમાં પણ હાર્ટ એટેકના દર્દીઓ અને આ બીમારીના કારણે મોતના બનાવ વધ્યા છે.

સુરતમાં એક દિવસમાં ૩ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે.વેસુમાં સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે તો ડીંડોલીમાં પણ 49 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેક બાદ સારવાર મળે તે પૂર્વે મૃત્ય પામ્યો હતો. ત્રીજી ઘટના પણ નજર કરીએતો પાંડેસરામાં 45 વર્ષીય વ્યક્તિનું હ્ર્દય રોગના હુમલાથી મૃત્યુ નીપજ્યું હતું. ત્રણેય વ્યક્તિઓને કોઈ પ્રકારની ગંભીર બીમારી ન હતી. અચાનક છાતીમાં દુઃખાવા બાદ તેઓનું મોત નિપજ્યું હતું. પીએમ રિપોર્ટ બાદ આ ત્રણ લોકોના મોતનું સાચું કારણ બહાર આવશે.