રિપોર્ટ@મોરબી: રહેણાંક મકાનમાં ગેસ ગીઝર બ્લાસ્ટ થતાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી

 કુલ 3 મકાનોમાં નુકસાન થયાની માહિતી મળી છે.
 
બનાવ@મોરબી: રહેણાંક મકાનમાં ગેસ ગીઝર બ્લાસ્ટ થતાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી

અટલ સમાચાર ડોટ કોમ, દેશક 

મોરબીમાં રહેણાંક મકાનમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. દલવાડી સર્કલ નજીક આવેલ ઉમા-2 રેસિડેન્સીના રહેણાંક મકાનમાં બ્લાસ્ટ થયો હતો. મકાનમાં બ્લાસ્ટ થતા ત્રણ લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી મળી છે. મકાનમાં રહેલ ગેસ ગીઝર ફાટતા બ્લાસ્ટ થયો હતો.

બ્લાસ્ટ થતાં આસપાસના કુલ 3 મકાનોમાં નુકસાન થયાની માહિતી મળી છે. રહેણાંક મકાનમાં બ્લાસ્ટ થતાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં ઈજાગ્રસ્તોને પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.