રિપોર્ટ@ગુજરાત: વાત્રક નદીમાં 3 કિશોર ડૂબતા મોત નીપજ્યું, જાણો સમગ્ર ઘટના
ઘટનાને પગલે ત્રણેય કિશોરને સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક દોડી જઇ બહાર કાઢ્યા હતા.
Updated: Mar 22, 2025, 18:51 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
માલપુરની વાત્રક નદીમાં 3 કિશોર ડૂબ્યા હતા. મિત્રો જૂના પુલ પાસે નહાવા ગયા હતા. જે દરમિયાન આ બનાવ બન્યો હતો. ઘટનાને પગલે ત્રણેય કિશોરને સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક દોડી જઇ બહાર કાઢ્યા હતા. પરંતુ, ઊંડા પાણીમાં ગરકાવ થવાથી ત્રણેયના મોત થયા હતા. ઘટનાને લઇ આસપાસના લોકો એકત્રિત થઇ ગયા હતા.
આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ આ ત્રણેય કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માલપુર સી.એચ.સી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્રણે કિશોર માલપુર કસબા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, માલપુરમાં વાત્રક નદીમાં નહાવા પડેલા 3 કિશોરના ડૂબી જવાથી મોત થયા છે. આ દુર્ઘટના માલપુર-લુણાવાડા હાઈવે પર આવેલા વાત્રક નદીના જૂના પુલ પાસે બપોરે 3 વાગ્યાના સુમારે બની હતી.