રિપોર્ટ@વડોદરા: 3 મહિલાઓએ 10 લાખ રૂપિયા કિંમતની 8 સોનાની બંગડીઓ ચોરી

ગણતરી કરતી વખતે 8 બંગડીઓ ઓછી જણાતા શો- રૂમના સીસીટીવી ચેક કર્યા હતા
 
રિપોર્ટ@વડોદરા: 3 મહિલાઓએ 10 લાખ રૂપિયા કિંમતની 8 સોનાની બંગડીઓ ચોરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરા શહેરમાથી ચોરીની ઘટના સામે આવી છે. 3 મહિલાઓએ 10 લાખ રૂપિયા કિંમતની 8 સોનાની બંગડીઓ ચોરી કરી હતી.  વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલા જવેલર્સના શો- રૂમમાં 3 મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી. ત્યારબાદ સેલ્સમેનને સોનાની બંગડીઓ બતાવવાનું કહીને 10 લાખ રૂપિયાની કિંમતની 8 સોનાની બંગડીઓ હાથ ચાલાકી કરીને ચોરી કરી લીધી હતી.

ગણતરી કરતી વખતે 8 બંગડીઓ ઓછી જણાતા શો- રૂમના સીસીટીવી ચેક કર્યા હતા ત્યારે ખરીદી કરવા આવેલી ત્રણ મહિલાઓ પૈકી એકે આ બંગડીઓ ચોરી કરતા જોવા મળી હતી.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં મહિલાઓ કોઈ પણ પ્રકારના ડર વિના શો રૂમમાં પ્રવેશે છે અને હાથ ચાલાકી કરતી હોવાનું સીસીટીવી ફુટેજમાં કેદ થાય છે. આ મામલે અકોટા પોલીસે ફૂટેજ આધારે કાર્યવાહી હાથ ધરી છે.