રિપોર્ટ@સુરત: નવી સિવિલ હોસ્પિટલમાંથી 3વર્ષના બાળકનું અપહરણ થયું
બાળકને ઝડપથી શોધવા તપાસ શરુ
Jun 26, 2024, 19:37 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અપહરણના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અપહરણના ગુનાઓ સામે આવતા હોય છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષના બાળકનું અપહરણ થયું.
CCTV કેમેરામાં એક મહિલા બાળકને લઈને હોસ્પિટલના મેઈન ગેટથી બહાર નીકળતી હોવાનું જોવા મળી રહ્યું છે. બાળક પરિવાર સાથે સંબંધીની ખબર પૂછવા હોસ્પિટલ આવ્યો હતો. પોલીસે બાળકને ઝડપથી શોધવા તપાસ શરુ કરી છે.