રિપોર્ટ@ગુજરાત: અમદાવાદ, ભાવનગર અને નડિયાદમાં 35 સ્થળોએ દરોડા પાડ્યા
સર્ચ દરમિયાન 170 કરોડના બેનામી વ્યવહારો પકડાયા છે અને 9 કરોડની રોકડ તથા જ્વેલરી મળી હોવાનું જાણવા મળ્યું છે.
Feb 23, 2025, 07:22 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ, ભાવનગર અને નડિયાદમાં 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તમાકુ અને છીંકણી તથા રીઅલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા રણછોડદાસ ઝીણાભાઈ ધોળકિયા ગ્રુપ તથા અન્યોને ત્યાં 18 ફેબ્રુઆરીના રોજ આવકવેરા વિભાગે કુલ 35 સ્થળો પર સાગમટે દરોડા પાડ્યા હતા.
ત્યારે આજે આ સર્ચ દરમિયાન 170 કરોડના બેનામી વ્યવહારો પકડાયા છે અને 9 કરોડની રોકડ તથા જ્વેલરી મળી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત આવકવેરા વિભાગની સર્ચ તથા દરોડાની કામગીરી દરમિયાન એક જ સ્થળેથી 20 પ્રાઈવેટ લોકર પૈકી 9 લોકર હજુ સીલ કરાયેલા છે અને તે સિવાયના 11 ખાનગી લોકર ઓપરેટ કરાયા છે.

