રિપોર્ટ@ગુજરાત: અગ્નિકાંડના 4 આરોપી અધિકારીને કોર્ટમાં હાજર કર્યા,જાણો વધુ વિગતે

બેદરકારીના કારણે ધરપકડ

 
રિપોર્ટ@ગુજરાત: અગ્નિકાંડના 4 આરોપી અધિકારીને કોર્ટમાં હાજર કર્યા,જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં રાજકોટ મહાનગરપાલિકાના 4 અધિકારી જવાબદાર હોવાનું સ્પષ્ટ થયું હતું.

જેને લઈને ચારેય અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા, એટીપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરાઈ હતી.

મનપા બાદ હવે પોલીસ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ત્યારે આજે આ તમામ આરોપી અધિકારીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. જોકે કોર્ટે દલિલો સાંભળી 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.