રિપોર્ટ@ગુજરાત: અમદાવાદ-રાજકોટ વચ્ચે 201 કિમીમાં 4 નવાં ટોલનાકાં બનશે, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ-રાજકોટ વચ્ચે 201 કિમીમાં 4 નવાં ટોલનાકાં બનવા જઈ રહ્યા છે. અમદાવાદ-રાજકોટ વચ્ચે 201 કિલોમિટરના હાઈવે પર હવે 4 ટોલનાકાં પર ટેક્સ ભરવો પડશે. હાલનાં બંને ટોલનાકાં નીકળી જશે, તેના સ્થાને 4 નવી જગ્યાએ ટોલનાકાં બનશે. તમામ 4નવાં ટોલનાકાંનું બાંધકામ આખરી તબક્કામાં છે. આ અંગે રોડ અને મકાન ખાતાએ રાજ્યના નાણાપંચને દરખાસ્ત મોકલી આપી છે.
3350 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ફોરલેનમાંથી સિક્સલેન બનેલા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લાખો લોકો માટે મહત્વના સમાચાર છે. આ હાઈવે પર હાલ બગોદરા અને બામણબોર એમ બે જગ્યાએ ટોલનાકાં આવે છે.
તેની જગ્યાએ હવે ચાર નવી જગ્યાએ ટોલ ઉઘરાવવામાં આવશે. ચાર ટોલનાકાંમાંથી ત્રણ ટોલનાકાંનું બેઝિક સ્ટ્રક્ચર ઊભું કરી દેવામાં આવ્યું છે. આગામી તારીખ 1, એપ્રિલ, 2025થી 4 ટોલનાકાં પર ટેક્સ લેવામાં આવી શકે છે.