રિપોર્ટ@સુરત: એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યા, સામૂહિક આપઘાતની આશંકા

સામૂહિક આપઘાત કર્યાની શંકા
 
રિપોર્ટ@સુરત: એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યા, સામૂહિક આપઘાતની આશંકા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આપઘાતના બનાવો ખુબજ વધી ગયા છે. સુરત શહેરમાંથી હૃદય કંપાવી ઉઠે એવી ઘટના સામે આવી છે, જેમાં એકજ પરિવારના 4 સભ્યોના મોત નીપજ્યા.  સુરતના જહાગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના 4 લોકો રાત્રે સૂતા બાદ સવારે ઊઠ્યા જ નહીં. ચારેય લોકોએ સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે, તપાસ ચાલુ છે.


જહાગીરપુરામાં આવેલી રાજન રેસિડેન્સીમાં આ બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે આજુબાજુનાં ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુનાં ઘરના લોકોનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે.