રિપોર્ટ@ગુજરાત: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર 5 કિમી ટ્રાફિક જામ
બાળકોને ચાલતા ઘરે જવાની ફરજ પડી
Aug 24, 2024, 19:22 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં એટલા બધા સાધનો વધી ગયા છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ રહી છે. વડોદરા શહેર બહારથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇ-વે પર જામ્બુવા બ્રિજ ઉપર આજે ફરી 4થી 5 કિમી જેટલો લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો. વાહનોની લાંબી કતારો લાગતાં સ્કૂલના વાહનો બાળકોને બ્રિજ નજીક છોડી દેતા બાળકોને ચાલતા ઘરે જવાની ફરજ પડી હતી.
નોંધનીય છે કે, સાંસદે આ સમસ્યાનો ઉકેલ લાવવા બ્રિજની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, પૂર્વ સાંસદ આ સમસ્યા હલ કરવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ, તેમની ટર્મ પૂરી થયા સુધી સમસ્યા હલ થઈ નથી. ત્યારે, વર્તમાન સાંસદ આ સમસ્યાનો વહેલી તકે અંત લાવે તેવી માગ ઉઠી છે.