રિપોર્ટ@સુરત: ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ બાળકોએ પથ્થરમારો કર્યો,રોષે ભરાયેલાં લોકોએ વાહનો સળગાવ્યાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ બાળકોએ પથ્થરમારો કર્યો. સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદીલ બન્યું હતું. તેમજ અસામાજિક તત્વોએ વાહનોમાં આગ ચાંપી દીધી હતી. આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. લોકો બેકાબૂ બનતા પોલીસને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, પથ્થરમારામાં અત્યારસુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે શાંતિપૂર્ણ માહોલ છે. તેમજ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આ જ રીતે ગયા વર્ષે પણ પથ્થરમારો કરાયો હતો. આ ઘટનાને લઈને મામલો ઉગ્ર બનતા શહેરના પોલીસ કમિશનર અને મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં ડીસીપી વિજય સિંહ ગુર્જર સહિત બે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હોવાન માહિતી મળી રહી છે. પથ્થરમારો કરવા મામલે બે લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી ઘરોમાં જઈને તપાસ શરૂ કરવામાં છે. જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ આસપાસના વિસ્તારોના મકાનોમાં જઈને પૂછપરછ કરી રહી છે.
સુરત પોલીસ ટીમ અને ગણેશ મંડળના આયોજકોની સાથે મળીને જ્યાં પથ્થરમારો થયો તે ગણેશ પંડાલમાં ગણેશજીની આરતી અને પૂજા કરી.
આ ઘટનામાં લોકો દ્વારા કેટલાક વાહનોમાં તોડફોડ કરવાની ઘટના બની છે. જેમાં બે રિક્ષા અને ત્રણ બાઈકમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. અસામાજિક તત્વોએ ઘટનાસ્થળે અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય કાંતી બલર દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે તેમને પણ ધક્કે ચઢાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં કેટલાક લોકોને ઈજા થવાનું જાણવા મળ્યું છે.
પોલીસ કમિશનરે જણાવ્યું કે અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં એક મૂર્તિ ઉપર પથ્થર મારવાનો બીજો ઘટના સ્થળ ઉપર પથ્થર મારવાનો અને કતારગામ વિસ્તારમાં વાહન સળગાવવાનો આમ કુલ અત્યાર સુધીમાં ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે હજી પણ અલગ અલગ બાબતોની પ્રક્રિયા ચાલી રહી છે શાંતિ સમિતિની આવતીકાલે બેઠક કરવાના છે જેમાં આ પ્રકારની ઘટના થઈ તેના માટે ખાસ આપવામાં આવશે જે લોકો શાંતિને ભાંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને અમે છોડીને સીસીટીવી ફૂટે પણ તમામ ચેક કરવામાં આવી રહ્યા છે. જેટલા પણ આરોપી પકડાયા છે તેમને કોર્ટમાં રજૂ કરીશું આખી રાત બીજા અન્ય ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે જેમાં પણ ધરપકડ કે અટકાયત કરવામાં આવશે.
આ ઘટનાને લઈને પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. ગણપતિ પંડાલમાં જઈને પથ્થરમારો કરવા મામલે પોલીસે 5 જેટલા લોકોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આ ઘટનામાં અત્યાર સુધીમાં 35 જેટલા લોકોની અટકાયત કરી છે.
સુરતના સંવેદનશીલ વિસ્તારોની અંદર પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે. આ સ્થિતિ વધુ વળશે તે પહેલા પોલીસે શહેરના તમામ વિસ્તારોની અંદર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. નાનપુરા, રાંદેર, મહારાણા પ્રતાપ સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસ રવાના કરી દેવામાં આવી છે. સૈયદપુરા વિસ્તારમાં મોટા પ્રમાણમાંકોંબિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન દ્વારા નજર રાખવા આવી રહી છે. જેથી કરીને કોઈ પણ ટોળું જ્યાં પણ એકત્રિત થયું હોય તેમને ઝડપથી પકડી શકાય.
રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી જણાવ્યું કે સૂરજ ની પહેલી કિરણ નીકળે તે પહેલા તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે. અત્યારે પણ પાંચ જેટલા વ્યક્તિઓને અટકાયત કરવામાં આવ્યા છે તેમજ અન્ય વિસ્તારમાંથી પણ 20 થી વધુ લોકોને ડીટેલ કરી લેવામાં આવ્યા છે. શહેર પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કોઈ પણ પ્રયાસ કરશે તો પણ તેને ચલાવી લેવાશે નહીં. કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળું મારવામાં આવ્યો હતો પરંતુ એ તાળું તોડીને પણ પોલીસે ઘરમાંથી બહાર કાઢતા, હું સ્પષ્ટ કહું છું કે ગમે તેવા તાળા માણસો તો પણ તોડીને અમે બહાર કાઢીશું. પથ્થર બાજો ઉપર પણ સખ્તાઈપૂર્વક ના પગલાં લઈશું. આવતીકાલના ગાંધીનગરના મેં તમામ કાર્યક્રમ રદ કરી નાખ્યા છે હું કાલે આખો દિવસ સુરતમાં જ રહેવાનો છું બપોર બાદ આ સમગ્ર મામલો હું પત્રકાર પરિષદ સંબોધીને તમામ પ્રકારની વિગત આપીશ કોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે લોકોએ પથ્થર ફેંક્યા છે આને જેમણે પથ્થર ફેંકવા માટે ઉશ્કેરિયા છે તમામ લોકો સામે પગલાં ભરીશું.
સુરતના સાંસદ મુકેશ દલાલે જણાવ્યું કે મને જાણ થતાની સાથે જ સૈયદપુરા વિસ્તારમાં હું પહોંચી ગયો છું આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે જે ક્યારે ચલાવી લેવામાં નહીં આવે અત્યારે જે માહિતી મળી છે તે મુજબ કેટલાક લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે અને હવે પછી આ પ્રકારની ઘટના ન બને તેના માટે પણ કામ આવશે.
ગણેશ મંડળના આયોજક મનીષાબેન ઘાયલ એ જણાવ્યું કે મૂર્તિ ખંડિત થઈ નથી મૂર્તિને નીચે જે ઢોલ છે તે ફાટી ગયું છે. નાની વયના કિશોરો દ્વારા પથ્થર મારવામાં આવ્યા હતા. અમે ખૂબ શાંતિપૂર્વક આ વિસ્તારમાં રહીએ છીએ ભાઈચારો પણ જાળવીએ છીએ તાજ્યના જુલિસ પણ અમારા વિસ્તારમાંથી નીકળે છે ત્યારે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બનતી નથી પરંતુ કયા કારણસર આ પ્રકારે પથ્થર મારવામાં આવ્યા છે તે સમજાતું નથી. ગત વર્ષે પણ અન્ય એક નજીકના ગણેશ ભંડારમાં આ પ્રકારે પથ્થર મારવાની ઘટના સામે આવી હતી તેમાં પણ નાના બાળકો જ હતા.
સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસની બિલ્ડીંગો માંથી પથ્થરમારો થયા હોવાની વાત સામે આવી છે. ઉપરની બિલ્ડીંગો પરથી પથ્થર મારો થતા સ્થાનિકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે.
વિશ્વ હિન્દુ પરિષદના સુરત શહેર મંત્રી નિલેશ અકબરીએ જણાવ્યું કે જે રીતે જમ્મુ કાશ્મીરમાં નાના બાળકોનો પથ્થર ફેંકવા માટે ઉપયોગ કરાતો હતો એવો જ ઉપયોગ આજે સુરતમાં થયો હોય તેવું લાગે છે. નાના બાળકોનો ઉપયોગ પથ્થર ફેંકવા માટે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જમ્મુ કાશ્મીરમાં જે રીતે બાળકોનો ઉપયોગ થતો હતો એવો જ ઉપયોગ સુરત શહેરમાં ગણપતિ ઉત્સવ દરમિયાન કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ તમામની સામે કડક હાથે કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. અત્યારે પણ કેટલાક વિસ્તારોમાંથી પથ્થરમારો સતત થતો હોવાના સમાચાર મળી રહ્યા છે આ વિધર્મીઓ દ્વારા ગણેશ ઉત્સવમાં ખલેલ પહોંચાડવાનું આ કૃત્ય કરવામાં આવ્યું છે ત્યારે કાયદાના પાઠ ભણાવવા જરૂરી છે.
આ ઘટના મામલે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે હજી પણ પથ્થર મારવામાં આવી રહ્યા છે મને હાથમાં પથ્થર લાગતા હાથમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું છે, અમે સાથે આઠ યુવાનો આ વિસ્તારમાંથી શાંતિથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન જ કેટલાક અજાણ્યા યુવકોએ સામેથી પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને અમે ત્યાંથી નાસી નહીં સાઇડ ઉપર આવી ગયા હતા. અહીં આવતા જ મેં પોલીસ કર્મચારીઓ અને આ ઘટના અંગેની જાણ કરી છે. હું સુરત પોલીસને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે અમને ન્યાય આપવામાં આવે. આવી રીતે આ સામાજિક તત્વો પથ્થરમારો કરે એ કેટલો યોગ્ય છે.