રિપોર્ટ@સુરેન્દ્રનગર: રેલવે ટ્રેક પરથી 62 વર્ષીય આધેડની લાશ મળી આવતા ચકચાર મચી

તપાસ કરવામાં આવી રહી છે.
 
રિપોર્ટ@સુરેન્દ્રનગર: રેલવે ટ્રેક પરથી 62 વર્ષીય આધેડની લાશ મળી આવતા ચકચાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા અકસ્માતોના બનાવ અને લાશો મળવાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગત રાતત્રીના અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ જતી બોક્સ 9 માલગાડીમા લખતર વાણા રોડ પર આવેલા રેલવે ફાટક 28 એલસી પર ડુમાણા ગામના ફુલુભા રઘુભા ઝાલા ( ઉંમર વર્ષ આશરે-62 )ની લાશ મળી આવી હતી. તેઓએ આત્મહત્યા કરી છે કે ટ્રેનની અડફેટે આવી ગયા છે જેને લઈ તપાસ કરવામાં આવી રહી છે.

તેઓને બંને હાથ, બંને પગ અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાથી મોત થયુ હોવાનું જાણવા મળ્યું હતું. જે મૃતક એસઆરપીના રીટાયર્ડ જમાદાર અને ધાંગધ્રા તાલુકાના ડુમાણા ગામના હોવાનું ખુલવા પામ્યું હતું. આ અકસ્માતની જાણ રેલવે ફાટક મેન દ્વારા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના અધિકારીને જાણ થતા રેલવે સ્ટેશનના અધિકારી લખતર પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવી હતી.

લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અજાણા, કોન્સ્ટેબલ રાજુભાઈ, કમલેશભાઈ વાઘેલા અને અશોકસિંહ ઝાલા તેમજ જીઆરડીના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને મૃતદેહનો કબજો લઈ લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ તમામ ઘટનાની તપાસ લખતર કોન્સ્ટેબલ મહાવીરસિંહ પઢારીયા દ્વારા ચલાવવામાં આવી રહી છે.