રિપોર્ટ@ગુજરાત: ઓવરબ્રિજ પર 8થી 10 ફૂટ લાંબુ ગાબડું પડ્યું, જાણો વધુ વિગતે
ઓવરબ્રિજ પર 8થી 10 ફૂટ લાંબુ ગાબડું પડ્યું
Updated: Jul 27, 2024, 19:14 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર રોડ પર ગાબડાની ઘટનાઓ જોવા મળતી હોય છે. ફરી એકવાર રોડ પર મોટું ગાબડું જોવા મળ્યું છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર ઓવરબ્રિજ પર 8થી 10 ફૂટ લાંબુ ગાબડું પડ્યું છે.
લીંબડી પાસેના બ્રિજ પર સળિયા દેખાઈ જતાં એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાયો છે. ગાબડાંએ ભ્રષ્ટાચારની પોલ ખોલતાં લોકોમાં રોષ જોવા મળ્યો.