રિપોર્ટ@ગુજરાત: જળાભિષેક કરવા જઈ રહેલા 9 ભક્તોનાં મોત નીપજ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં હૃદય કંપાવી ઉઠે એવી ભયાનક દુર્ઘટના સામે આવી છે. હાજીપુરમાં શ્રાવણના સોમવારે બાબા હરિહરનાથનો જળાભિષેક કરવા સોનપુર જઈ રહેલા 9 ભક્તોનાં મોત થયાં હતાં. ભક્તોની ડીજે ટ્રોલી હાઈટેન્શન વાયરથી અથડાઈ હતી. હાજીપુર ઈન્ડસ્ટ્રિયલ પોલીસ સ્ટેશનના સુલતાનપુર ગામમાં રાત્રે લગભગ 12 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ તમામ ડીજે ટ્રોલીમાં હતા. વીજ કરંટથી લોકોના મૃતદેહો સળગતા રહ્યા.
થોડી જ સેકેન્ડમાં દુર્ઘટના બની. 15 સેકન્ડ સુધી શબ ટ્રોલી સાથે ચોંટેલાં રહ્યાં. કરંટ લાગ્યા બાદ લોકોના શબ દાઝતાં રહ્યાં.
શ્રાવણના મહિનામાં ગામના લોકો દર સોમવારે નજીકમાં આવેલા હરિહર નાથ મંદિરમાં જળાભિષેક કરવા જાય છે. રવિવારે રાતે પણ ગામના લોકો જળાભિષેક કરવા માટે રવાના થયા હતા. તેના માટે DJ ટ્રોલીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ ગામના ખરાબ રસ્તાથી DJ ટ્રોલી કાઢતી સમયે જ ટ્રોલી રસ્તા ઉપરથી પસાર થઈ રહેલાં હાઈટેન્શન વાયરની ચપેટમાં આવી ગઈ.
કરંટના લીધે ટ્રોલી ઉપર સવાર યુવકો દાઝી ગયા તો અફરાતફરીમાં અનેક કરંટની ચપેટમાં આવી ગયા. ઘટનાસ્થળે 9નાં મોત થયાં છે. દુર્ઘટનાની જાણકારી મળતા મોટી સંખ્યામાં પોલીસ સાથે SDM ઘટનાસ્થળે પહોંચ્યા તો સ્થાનિક લોકો હંગામો કરવા લાગ્યા. લોકોનો આરોપ હતો કે વીજળી વિભાગની બેદરકારીથી આ ઘટના ઘટી છે. લોકોનું એવું પણ કહેવું હતું કે દુર્ઘટના બાદ સતત સૂચના આપ્યા પછી પણ વીજળી વિભાગે કોઈ પગલું ભર્યું નથી કે વીજકાપ કર્યો નથી.