રિપોર્ટ@ગુજરાત: ધામળેજ બંદરના સમુદ્ર કાંઠેથી બિનવારસી હાલતમાં 9 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા
બિનવારસી હાલતમાં 9 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા
Aug 2, 2024, 08:39 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ડ્રગ્સના કેસ ખુબજ વધી ગયા છે. દરિયાકાંઠા પરથી અવાર-નવાર કેટલીક વાર ડ્રગ્સ મળી આવતું હોય છે. ફરી એકવાર ડ્રગ્સના 9 પેકેટ મળી આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર કાંઠેથી ડ્રગ્સ મળી આવવાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે.
ધામળેજ બંદરના સમુદ્ર કાંઠેથી બિનવારસી હાલતમાં 9 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. જે પૈકી 02 પેકેટ ખૂલેલી સ્થિતિમાં જોવા મળ્યા હતા. ગીર સોમનાથ SOG, FSL સહિતની ટિમોએ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
આજુ બાજુના સમુદ્ર કાંઠામાં સુરક્ષા એજન્સી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજે 4 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. પોલીસ દ્વારા ડ્રગ્સ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.