રિપોર્ટ@ગુજરાત: મોદી-પેડ્રોના સમગ્ર રૂટ પર 90 CCTV કેમેરા બાજનજર રાખશે, જાણો વધુ વિગતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પેનના વડાપ્રધાનની હાજરીમાં ટાટા એરબસના એસેમ્બ્લી યુનિટનું લોકાર્પણ કરવા માટે વડોદરા આવી રહ્યા છે.
 
રિપોર્ટ@ગુજરાત: મોદી-પેડ્રોના સમગ્ર રૂટ પર 90 CCTV કેમેરા બાજનજર રાખશે, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પેનના વડાપ્રધાનની હાજરીમાં ટાટા એરબસના એસેમ્બ્લી યુનિટનું લોકાર્પણ કરવા માટે વડોદરા આવી રહ્યા છે. ત્યારે તેમના નિર્ધારિત રૂટ ઉપર બાજનજર રાખવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા 90 CCTV કેમેરા સજ્જ કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના રૂટ ઉપર લગાવવામાં આવેલા આ તમામ કેમેરા કાર્યરત હોવાનું કોર્પોરેશનના IT વિભાગ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ રૂટ ઉપર તેમજ એની આસપાસના વિસ્તારોમાં શહેર પોલીસતંત્ર દ્વારા પણ CCTV લગાવવામાં આવેલા છે.

 જેથી વડોદરા કોર્પોરેશનની સાથે સાથે શહેર પોલીસતંત્રના CCTV કેમેરા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પર ચાંપતી નજર રાખશે. તો બન્ને વડાપ્રધાનોના આગમનને લઈ શહેરના 33 રસ્તાઓ ડાઇવર્ટ કરાયા છે.