રિપોર્ટ@ગુજરાત: સ્કૂલમાં 4 વર્ષની બાળકી સાથે શાળાની આયાએ અડપલાં કર્યાં
આ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આયા વિરુદ્ધમાં પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
Oct 9, 2024, 08:14 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હવે શાળાઓમાં પણ બાળકીઓ સુરક્ષિત રહી નથી. નવરાત્રિ દરમિયાન એક બાદ એક છેડતી અને રેપના કેસ સામે આવી રહ્યા છે.
ગેંગરેપ બાદ હવે વડોદરા શહેરના જાંબુવાની સેન્ટ બેસિલ સ્કૂલમાં 4 વર્ષની બાળકી સાથે શાળાની આયાએ અડપલાં કર્યાં છે. આ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આયા વિરુદ્ધમાં પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે સ્કૂલની આયાએ મારી દીકરીના ગુપ્ત ભાગે ચૂંટલી ભરી હતી અને મળ ખવડાવ્યું હતું. હું કહી શકતો નથી અને રડવું આવે છે.