રિપોર્ટ@રાજકોટ: ઘર પાસે રમતા-રમતા નાલામાં પડી જતાં 6 વર્ષના બાળકનું મોત
હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે જાણ કરતાં કુવાડવા પોલીસે આવી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી.
Nov 22, 2024, 11:48 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઘર પાસે રમતા-રમતા નાલામાં પડી જતાં 6 વર્ષના બાળકનું મોત નીપજ્યું. નવાગામમાં રામાપીરના મંદિર પાસે મફતિયાપરામાં રહેતાં મૂળ બિહારના બીપીન મહંતોનો પુત્ર રાજકુમાર ઘર નજીક રમતો-રમતો પાણીના નાલામાં પડી જતાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
રાજકુમાર મહંતો ગત સાંજે ઘર નજીક બીજા છોકરાઓ સાથે રમવા ગયો ત્યારે નાલામાં પડી જતા છોકરાઓએ દોડીને તેના ઘરે જઈ જાણ કરતાં માતા-પિતા સહિતના દોડી આવ્યા હતાં અને તેને બેભાન હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો પરંતુ, અહી દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
મૃતક બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો. પિતા ડ્રાઈવિંગ કરી ગુજરાન ચલાવે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે જાણ કરતાં કુવાડવા પોલીસે આવી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી.