રિપોર્ટ@ભાવનગર: તળાવમાથી એક આધેડની લાશ મળી, જાણો વધુ વિગતે

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

 
રિપોર્ટ@ભાવનગર: તળાવમાથી એક આધેડની લાશ મળી, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં મોતની ઘટનાઓ ખુબજ  વધી ગઈ છે.  ભાવનગર શહેરના બોરતળાવમા ચિત્રા વિસ્તારમાં રહેતા શ્રમજીવી આધેડની લાશ તરતી જોવા મળતા ફાયરબ્રિગેડના જવાનોએ લાશને બહાર કાઢી બોરતળાવ પોલીસને હવાલે કરી છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ગૌરીશંકર સરોવરમાં એક પુરુષની લાશ તરતી જોવા મળતા કોઈ રાહદારી એ બોરતળાવ પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં ફાયરબ્રિગેડના જવાનોએ લાશને બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે સૌપ્રથમ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક આધેડ ચિત્રા જીઆઇડીસી મજૂરી કરતો અને ચિત્રા-સિદસર રોડપર મુખીની વાડીમાં રહેતો મહંમદ અબ્દુલ સૈયદ હોવાનું બહાર આવ્યું હતું.

આ આધેડના શરીર પર કોઈ ઈજા કે અન્ય નિશાન જોવા ન મળતા મૃતકે બોરતળાવમા કોઈ અગમ્ય કારણોસર પડતું મૂકી આપઘાત કર્યો હોવાનું જણાઈ રહ્યું છે. આ અંગે પોલીસે મૃતદેહનું સ્થળપર પંચનામું કરી મોતનું ખરૂં કારણ જાણવા ડેડબોડી સરટી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી મૃતકના પરીજનોના નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.