રિપોર્ટ@અમદાવાદા: 5 સ્ટાર હોટલના ફૂડમાંથી વંદો નીકળ્યો, જાણો સમગ્ર બનાવ
સાંભારમાંથી વંદો નીકળ્યો
Aug 1, 2024, 08:44 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ખાવાની ચીજવસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ખાવા-પીવાની ચીજવસ્તુમાંથી જીવાત નીકળતી હોય છે. અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાત અને જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ વધી રહી છે.
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હયાત હોટલમાં જમવા ગયેલા ગ્રાહકને સાંભારમાંથી વંદો નીકળ્યો હતો. જે મામલે ગ્રાહકે ફરિયાદ કરી હતી. હયાત હોટલના સાંભારમાંથી વંદો નીકળ્યો હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગને આ મામલે ફરિયાદ મળતા ફૂડ વિભાગની ટીમ દ્વારા ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વસ્ત્રાપુરની હયાત હોટલના રસોડાને સીલ મારી દેવામાં આવ્યું.