રિપોર્ટ@જામનગર: મહાનગરપાલિકાના અધિકારી પાસે ખંડણી માંગી ધમકી આપતા ફરિયાદ પોલીસમાં નોંધાઇ

આવેદનપત્ર પાઠવી કડક પગલા લેવામાંગ કરી છે
 
રિપોર્ટ@જામનગર: મહાનગરપાલિકાના અધિકારી પાસે ખંડણી માંગી ધમકી આપતા ફરિયાદ પોલીસમાં નોંધાઇ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં  અવાર-નવાર કેટલાય બનાવો સામે આવતા હોય છે. જામનગર મહાનગરપાલિકાના અધિકારીને નગરસેવિકાના પતિએ ધમકી આપી ખંડણી માંગ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. આ બનાવથી રોષે ભરાયેલા સમસ્ત બ્રહ્મ સમાજે મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી કડક પગલા લેવામાંગ કરી છે.

જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો અને સભ્યો શનિવારે મોટી સંખ્યામાંમહાપાલિકાની કચેરીમાં એકત્ર થયા હતાં અને મ્યુનિ.કમિશનરને આવેદનપત્રપાઠવ્યું હતું. જેમાં જણાવ્યાનુસાર મનપાના સિટી ઇજનેર ભાવેશ જાની પોતાની ચેમ્બરમાં ફરજ ઉપર હતા. 

ત્યારે મહિલા કોર્પોેરટરના પતિ દિપુ પારીયાએ તેમને ધમકી આપી એક લાખનાહપ્તાની માંગ કરી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આથી તેની સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે. મ્યુનિસિપલ કમિશ્નર બાદ જીલ્લા પોલીસવડાને પણ આવેદન પાઠવવામાં આવ્યું હતું.