રિપોર્ટ@રાજકોટ: ધંધાર્થીને ફોન કરી ગર્ભિત ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ

 પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
 
 રિપોર્ટ@રાજકોટ: ધંધાર્થીને ફોન કરી ગર્ભિત ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર ધમકીના બનાવો સામે આવતા જ હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી  ચોરી,મારા-મારી,ધમકી વગેરેના બનાવો સામે આવતાજ હોય છે.  રાજકોટના લક્ષ્‍મીવાડી મેઈન રોડ પર આવેલા મોન્ટુરાજા નામની ટ્રાવેલ્સની ઓફિસમાં ધંધાર્થીને ફોન કરી ગર્ભિત ધમકી આપી હોવાની ફરિયાદ રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ રાજકોટના એસ આર પી કેમ્પ નજીક વર્ધમાનનગરમાં રહેતા મહેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા એ ભક્તીનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.  મહેન્દ્રસિંહ ગત તા. ૨૭ ના રોજ લક્ષ્‍મીવાડી મેઈન રોડ પર આવેલ મોન્ટુરાજા નામની પોતાની ટ્રાવેલ્સની ઓફિસમાં હતા.  દરમિયાન આરોપી સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ એ ફોન કરીને મને પ્રોપટીમાં ભાગ આપી દેજો તેમ કહીને અવારનવાર ફોનમાં ગર્ભિત ધમકી આપી.  મહેન્દ્રસિંહ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.  તો રાજકોટ ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.