રિપોર્ટ@ભરૂચ: પખાજણ-રહીયાદ માર્ગ પરથી સાદી રેતી ભરેલું ડમ્પર ઝડપ્યું

એક હાઈવા ટ્રકનું ચેકીંગ કરતા તેમા 36.36 મે.ટન સાદી રેતી ખનીજનુ ગેરકાયદેસર ઉપયોગ થતો હોવું જેનો મામલતદારે સીઝર હુકમ કર્યો હતો.
 
 રિપોર્ટ@ભરૂચ: પખાજણ-રહીયાદ માર્ગ પરથી સાદી રેતી ભરેલું ડમ્પર ઝડપ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. વાગરા મામલતદારની ટીમે ઓચિંતુ ચેકિંગ કાર્ય હાથ ધર્યુ હતું.તે દરમિયાન પખાજણ-રહીયાદ માર્ગ ઉપરથી પસાર થતા એક હાઈવા ટ્રકનું ચેકીંગ કરતા તેમા 36.36 મે.ટન સાદી રેતી ખનીજનુ ગેરકાયદેસર ઉપયોગ થતો હોવું જેનો મામલતદારે સીઝર હુકમ કર્યો હતો.

ભરૂચ જિલ્લામાં હાલમાં રેતી ખનન અને માટી ખનનના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને લઈને ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ પણ આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે ગતરોજ વાગરાના મામલતદારની ટીમે ઓચિંતુ ચેકિંગ કાર્ય હાથ ધર્યુ હતું.વાગરાની ફેરણી દરમ્યાન મોજે.પખાજણ - રહીયાદ રસ્તા ઉપર સ્થળ તપાસ કરતા વાહન/ટ્રક નંબર-GJ-16-AW-0744 માં 36.36 મે.ટન સાદી રેતી ખનીજનુ ગેરકાયદેસર રીતે વહન કરી વાણીજ્ય ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવતા સીઝર હુકમ કરવામાં આવ્યો હતો.

જે ગુજરાત ખનીજ ગેરકાયદે ખનન અને પરિવહન તેમજ સંગ્રહ નિયમો - 2017 ના ભંગ બદલ વાહન જપ્ત કરવામાં આવેલુ છે.જેની વિગતવાર માહિતી મુજબ વાહન નંબર-GJ-16-AW-0744 ના અંદાજીત કિમંત રૂ.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ વાહનને વાગરા પોલીસ મથક ખાતે સોંપવામાં આવ્યા છે.જેના કારણે ભૂ અને રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.