રિપોર્ટ@મહેસાણા: બેન્ક ઓફ બરોડાંમાં શોર્ટ સર્કિટના કારણે કેબિનમાં આગ ભભૂકી

 AC માં શોર્ટ સર્કિટના કેબિનમાં આગ લાગી

 
રિપોર્ટ@મહેસાણા: બેન્ક ઓફ બરોડાંમાં શોર્ટ સર્કિટ થતા કેબિનમાં આગ ભભૂકી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે.  મહેસાણામા સતત બીજા દિવસે આગની ઘટના સામે આવી.શહેરમાં રાજ કમલ પેટ્રોલપંપ પાસે આવેલ બેંકનામાં એકાએક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી.ઘટનાની જાણ કર્મચારીઓએ મહેસાણા પાલિકાના ફાયર અને પોલીસ વિભાગને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી જેમાં ફાયર ટીમે આગ બુજાવી હતી.

ઉનાળા ની આકરી ગરમી સામે આવી રહી છે.ત્યારે મહેસાણા ફાયર વિભાગને આગ ના બનાવોના કોલ વધી રહ્યા છે.ગઈ કાલે બપોરે શહેરમાં રાજ મહેલ કેમ્પસમાં નાઇ ની દુકાનમાં આગ લાગી હતી.ત્યારે આજે સવારે 9 કલાકે રાજકમલ પેટ્રોલપંપ નજીક આવેલ બેન્ક ઓફ બરોડામાં મેનેજરની કેબિનમાં લાગેલા એ.સી માં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી.

અગ લાગવાને કારણે ધુમાડાં બહાર આવતા જોઈ મહેસાણા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ટિમો ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ બુજાવી હતી.જોકે આગ લાગવાને કારણે ઓફિસનો કેટલોક સમાન બળી ગયો હતો.