રિપોર્ટ@ગુજરાત: દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિરે અડધી કાઠીએ ધ્વજા ચડાવાઈ
અડધી કાઠીએ ધ્વજા ચડાવાઈ
Jul 1, 2024, 08:08 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દ્વ્રારકાએ પ્રસિદ્ધ યાત્રા ધામ છે. લાખો લોકો દ્વારકાધીશના દર્શન કરવા માટે જાય છે. દ્વારકાધીશ તમામ સંકટોને પોતાના ઉપર લઇ લેતા હોય છે. ભારે વરસાદના કારણે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિરે વધુ એક વખત અડધી કાઠીએ ધ્વજા ચડાવાઈ છે.
ભારે પવન અને વરસાદની સ્થિતિ વચ્ચે સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી અડધી કાઠીએ ધ્વજા ચડાવાઈ છે. જણાવી દઈએ કે વાતાવરણ સામાન્ય થયા બાદ પુનઃ મંદિરના સર્વોચ્ચ શિખર પર ધ્વજા ચડાવાશે.

